આજે જીવનના ૫૨મા વર્ષમાં પ્રવેશ થયો.
૨૨ વર્ષ શિક્ષણ લેવામાં કાઢ્યા. ૩૦ વર્ષ શિક્ષણ આપવામાં કાઢ્યા. અનેક વિદ્યાર્થીઓ, અધ્યાપકો, શિક્ષિત-અશિક્ષિત સમાજના દરેક વર્ગના લોકોને મળવાનો, માણવાનો મોકો ઈશ્વરે આપ્યો છે. અનેક સારા-નરસા પ્રસંગોમાંથી પ્રસાર થવાનું બન્યું છે. માનવીની સંકુચિતતા અને ઉદારતા નજીકથી અનુભવી છે. અને એ બધાએ મને અદભૂદ રીતે કેળવ્યો છે. આ બધા અવસરોમાં ઈશ્વરે ખુદાએ મને જબરી હુંફ અને સૂઝ આપી છે. મુલ્યોને વળગી રહેવાની હિંમત આપી છે. અને એટલે જ કદાચ હું પહેલા જેટલો આત્મ સંતોષી અને સુખી હતો એટલો જ આજે પણ છું. અને ઈશ્વર ને એક જ પ્રાર્થના કરું છું કે આ આત્મ સંતોષ અને સુખના મદમાં જ અતિમ શ્વાસ અર્પેજે. :
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો