જિલ્લાના સૌ સારસ્વત મિત્રોને નમસ્કાર,
મિત્રો છેલ્લા એક માસ થી આપણે બધા સાથે મળી અગામી ટર્મ માટે બનાસકાંઠા જિલ્લા મા. અને. ઉ.મા. આચાર્ય સંઘની નવી કારોબારી ની રચના માટે સહિયારો પ્રયાસ કરી રહ્યા છીએ. તા.૨૦-૧૦-૨૦૨૦ સુધી જિલ્લાના તમામ તાલુકાના આચાર્યશ્રીઓએ સાથે બેસીને પોતાના તાલુકામાંથી કોણ પ્રતિનિધિત્વ કરશે તે માટે બેઠકો યોજીને ચિંતન કરીને જે નામો નક્કી કર્યા છે. તે દરેક મિત્રોની સહી સાથેની યાદીઓ મને મળી ગયેલ છે. સરકારશ્રીએ શાળાઓમાં વેકેશન પણ દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈ જાહેર કરેલ છે. જિલ્લામાંથી તમામ યાદીઓ મળી જવાના કારણે અમને જે ઉતરદાયિત્વ સોપવામાં આવેલ છે. તે ધ્યાને લઈને સૌના સહકાર થી હવે આગળ વધારવાનું વિચારી કારોબારીની રચના માટે નીચેની વિગતે ચૂંટણી માટેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરીએ છીએ. અને પ્રાથમિક મતદાર યાદી અમને મળી છે તે પણ પ્રસિધ્ધ કરીએ છીએ.તેમાં જે કાંઈ ક્ષતિઓ દુર કરવાની થશે તે પુર્ણ કરી આખરી મતદાર યાદી કાર્યક્રમ મુજબ જાહેર કરીશુ જેની આપ સૌ મિત્રોને ધ્યાને લેવા વિનંતી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો