પૃષ્ઠો

બુધવાર, 19 ઑગસ્ટ, 2020

બોર્ડની સામાન્ય ચૂંટણી

 


શિક્ષણ બોર્ડની ચૂંટણી માટેનું જાહેરનામું પાંચમી નવેમ્બરે બહાર પડાશે : જાન્યુઆરીમાં ચૂંટણી

- બોર્ડના 53 સભ્યોમાંથી વિવિધ કેટેગરીમાં ચૂંટાતા 25 સભ્યો માટેની ચૂંટણી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં યોજાશે


અમદાવાદ, તા. 19 ઓક્ટોબર, 2019, શનિવાર

ગુજરાત શિક્ષણ બોર્ડના કુલ સભ્યોમાંથી વિવિધ કેટેગરીમાં ચુંટાતા સભ્યોની દર ત્રણ વર્ષે ચૂંટણી થાય છે.જ્યારે બાકીના સભ્યો હોદ્દાની રૂએ અને સરકાર નોમીનેટેડ હોય છે.બોર્ડની દર ત્રણ વર્ષે ચૂંટણી થતી હોઈ આગામી જાન્યુઆરી 2020માં મુદ્દત પુરી થતા ચૂંટણી યોજાનાર છે.જે માટેનું જાહેરનામુ 5મી નવેમ્બરે જાહેર થશે.

ગુજરાત શિક્ષણ બોર્ડમા કુલ 53 જેટલા સભ્યો છે.જેમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરથી માંડી સ્કૂલ કમિશનર અને સરકારના અધિકારીઓ સહિત હેદ્દાની રૂએ કેટલાક સભ્યો છે.ઉપરાંત ધારાસભ્યો હોય છે તથા વિવિધ યુનિ.માંથી ૂચૂંટાઈને આવતા પ્રતિનિધિ સભ્યો હોય છે.જ્યારે અન્ય સભ્યો જુદી જુદી કેટેગરીમાં ચૂંટાય છે.

આગામી જાન્યુઆરીમાં યોજાનારી ચૂંટણીને લઈને આજે બોર્ડની અંતિમ સામાન્ય સભાની બેઠકમાં જાહેરાનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ નક્કી કરાઈ હતી.જે મુજબ 5ાંચમી નવેમ્બરે જાહેરનામુ  પ્રસિદ્ધ થશે.જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ચૂંટણી થશે.જેમાં કુલ 25 સભ્યોની ચૂંટણી થશે.જેમાં ઉ.મા.શાળાના શિક્ષકોની 3,ખાનગી મા.શાળાના વહિવટી કર્મચારીની 1,ઉ.મા.શાળાના વહિવટી કર્મચારીની 1,ઉ.મા.શાળા સંચાલકોની 4,મા અને.ઉ.મા.શાળાના શિક્ષકની 1,ખાનગીમા.ઉ.મા.શાળાના વાલી એસો.ની 3 તથા ઉત્તર બુનિયાદી શાળા સિવાયની સ્કૂલોના હેડમાસ્તરની પાંચ અને ઉત્તર બુનિયાદી શાળાના હેડમાસ્તરની કેટેગરીમાં 1 તથા ઉત્તર બુનિયાદી સિવાયની મા.શાળાના શિક્ષકોની 5 સહિતની 25 જેટલી બેઠકો જેમા ચૂંટણી થશે.

બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં મહત્વના ઘણા પ્રસ્તાવો નામંજૂર

અમદાવાદ,શનિવાર

ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી પહેલાની આજે અંતિમ સામાન્ય સભાની બેઠક મળી હતી.જેમા ગઈકાલની કારોબારી  બેઠકમાં મંજૂર થયેલા કેટલાક પ્રસ્તાવો મુકાયા હતા.પરંતુ ધો.10ના પરિણામ પદ્ધતિમાં ફેરફારથી માંડી અનેક મહત્વના પ્રસ્તાવો બોર્ડે નામંજૂર કર્યા હતા.જ્યારે કેટલાક પ્રસ્તાવ મંજૂર થયા હતા પરંતુ મોટા ભાગના પ્રસ્તાવ યોગ્ય ન હોવાથી સ્વીકારવામા આવ્યા ન હતા.જ્યારે શિક્ષકોને કરાતો ઉત્તર ચેકિંગનો દંડ ઓછો કરવાનો પ્રસ્તાવ મંજૂર કરાયો હતો.આ ઉપરાંત કેટલાક પ્રશ્નોને લઈને માત્ર ચર્ચા કરાઈ હતી પરંતુ ઠરાવ થયા ન હતા.બોર્ડની અંતિમ સામાન્ય સભા બેઠક હોવા છતાં જોઈએ તેટલી લાંબી ચાલી ન હતી.માત્ર એકથીદોઢ કલાકમાં બેઠક આટોપી લેવાઈ હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો