પૃષ્ઠો

શનિવાર, 29 ઑગસ્ટ, 2020

કોરોના અને અનલોક - ૪

 *Firstandfastnews*

*અનલોક 4 ની ગાઇડલાઇન*

21 સપ્ટેમ્બરથી શૈક્ષણિક ધોરણે કન્ટેનમેન્ટ ઝોન વિનાના વિસ્તારોમાં આ છૂટછાટ આપવામાં આવશે 

50% શૈક્ષણિક અથવા બિનશૈક્ષણિક સ્ટાફના સભ્યોને રાજ્ય સરકારની પરવાનગીથી સ્કૂલે બોલાવી શકાશે જેથી ઓનલાઇન ટીચિંગ અને તેને લગતા અન્ય કામો કરાવી શકાય 

ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ મરજિયાત ધોરણે પોતાની શાળાએ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે જઈ શકે છે. આ માટે વાલીની લેખિત પરમિશન લેવી જરૂરી છે. આ પ્રવૃત્તિ ફક્ત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર જ કરી શકાશે.

નેશનલ સ્કિલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI), નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ મિશન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ જેવી સ્કિલ અને એન્ટરપ્રેન્યોરશિપની લગતી તાલીમ સંસ્થાઓ ચાલુ કરી શકાશે.

PhD અને લેબવર્ક અને પ્રયોગો જરૂરી હોય તેવા ટેક્નિકલ અને પ્રોફેશનલ પ્રોગ્રામમાં જોડાયેલા પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંસ્થાઓને ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન સાથે કન્સલ્ટ કર્યા પછી ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવશે.

ગાઈડલાઇન્સના અન્ય મુદ્દાઓ 


સિનેમા હોલ્સ, સ્વિમિંગ પૂલ્સ, મનોરંજન પાર્ક્સ, થીએટર (ઓપન એર થીએટર સિવાય) જેવી જગ્યાઓ ઉપર પ્રતિબંધ લાગુ 

21 સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનોમાં 100 લોકોને સામેલ થવાની મંજૂરી

 સામાજિક, શૈક્ષણિક, ખેલકુદ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય સમારોહ અને મેળાવડા 21 સપ્ટેમ્બરથી કરવાની સંમતિ આપવામાં આવે છે. અહીં 100થી વધુ લોકો ભાગ નહીં લઇ  શકે. સૌએ ફરજિયાત માસ્ક પહેરેલું હશે. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે. થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. હેન્ડ વૉશ અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજીયાત હશે. 

હોમ મિનિસ્ટ્રીની સ્પેશ્યલ પરમિશન સિવાય ઇન્ટરનેશનલ હવાઈ યાત્રા ઉપર પ્રતિબંધ લાગુ 

 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામના સ્તરે સ્થાનિક લોકડાઉન પોતાની મરજીથી લાગુ નહીં કરી શકે.  આ માટે પહેલા કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડશે.

મેટ્રો રેલ 7 સપ્ટેમ્બરથી શરતી ધોરણે શરુ કરી શકાશે. આ માટે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે લોકડાઉન

મેટ્રો રેલ 7 સપ્ટેમ્બરથી શરતી ધોરણે શરુ કરી શકાશે. આ માટે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવશે.

ઓપન એર થીએટર 21 સપ્ટેમ્બરથી ચાલુ થઇ શકશે

રાજ્યો પાસેથી લોકડાઉન લાગૂ કરવાની સત્તા કેન્દ્રે પછી લઈ લીધી, હવે રાજ્યમાં અથવા સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવવા માટે કેન્દ્રની મંજૂરી લેવી પડશે.જિલ્લાનું તંત્ર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની સત્તા ધરાવશે.

આ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઇડલાઇન્સની ધ્યાનમાં લેવામાં આવશે. આ વિસ્તારમાં ફક્ત જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ કરાશેઆ કન્ટેનમેન્ટ ઝોન્સની યાદી જિલ્લાના કલેકટરની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે અને આ માહિતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે પણ શેર કરવામાં આવશે.

65 વર્ષથી વધુ ઉંમરના લોકો, 10 વર્ષથી નાની વયના બાળકો, ગર્ભવતી મહિલાઓ, અન્ય ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોને જ્યારે જરૂર ન હોય તો બહાર ન નિકળવા સલાહ આપવામાં આવી છે. આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. 

ઈન્ટર અને ઈન્ટ્રા સ્ટેટ મૂવમેન્ટ પર હવે કોઈ પ્રતિબંધ નહીં હોય. હવે કોઈએ દેશમાં ગમે ત્યાં જવા માટે પરવાનગી લેવાની જરૂર પડશે નહીં. નાગરિકોએ કોવિડને લગતી તમામ સોશિયલ ડિસ્ટેનસિંગ ગાઈડલાઇન્સ પાલન કરવાનું રહેશે, કેન્દ્રીય ગૃહમંત્રાલય જાતે જ હવે નિગરાની રાખશે.

બુધવાર, 26 ઑગસ્ટ, 2020

મારા વિશે

 મારો જન્મ બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામમાં મારા મોસાળમાં થયેલ.મારા પરિવારનો પરંપરાગત વ્યવસાય ખેતી અને પશુપાલન છે.મારા પિતાએ પોતે ધોરણ સાત સુધી અભ્યાસ કરી ને ખેતીનો વ્યવસાય અપનાવેલો હતો.  મારું બાળપણ દિયોદર મુકામે આનંદથી  વિત્યું છે. બાળપણમાં ખેતરોમાં ફરવું અને બાળગોઠીયા સાથે તે જમાનાની દેશી રમતો રમવાનો આનંદ આજે પણ યાદ કરીએ તો તે મને ને પ્રફુલિત કરે છે. પિતાજીએ અમો પાંચ ભાઈ અને એક બહેન સારુ શિક્ષણ મળે તે માટે સતત પ્રયત્નો કર્યા હતા. અને તેને પરિણામે અમે બધા આજે સારા વ્યવસાય કરી આનંદથી અમારુ જીવન સુખમાં વિતાવી રહ્યા છીએ. પ્રાથમિક શિક્ષણ  દિયોદરમાં ઘરની સામે આવેલી પ્રાથમિક શાળા નં.૧ માં ધોરણ-૪ સુધી લીધું હતું. ધોરણ-૫થી ધોરણ- ૧૨  સુધીનો અભ્યાસ ગામની તે સમયની એક માત્ર શાળા શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કુલદિયોદરતા.-દિયોદર માં કર્યો હતો.ધો.૧૦ ની એસ.એસ.સી.ની પરીક્ષા માર્ચ-૧૯૮૫  અને એચ.એસ.સી.ની પરીક્ષા માર્ચ- ૧૯૮૭માં ડીસા કેન્દ્રમાં આપીને  પાસ કરી હતી.ત્યાર પછી  શ્રી છોટુભાઈપુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝીકલ એજયુકેશન,રાજપીપલા ,જિલ્લો-.નર્મદામાં અભ્યાસ કરી બી.પી.ઈ.ની તાલીમી સ્નાતકની ડિગ્રી બાસ્કેટ બોલ મુખ્ય રમત અને એથ્લેટિક્સ ગૌણ રમત સાથે સને-૧૯૯૦ માં મેળવી હતી તથા ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ ખાતે એમ.પી.ઈ.નો અનુસ્નાતક અભ્યાસક્રમ સને ૧૯૯૨ માં પુરો કર્યો હતો. તે સમયે ગુજરાત રાજ્યની એકા માત્ર કોલેજોમાં અભ્યાસ હોસ્ટેલ્માં રહીને કરવાના કારણે મને મોટી સંખ્યામાં મિત્રો મળ્યા હતા. મારા વિદ્યાર્થી કાળ દરમિયાન ખેલ્કુદકબડ્ડી-ખો-ખો, વોલિબોલ, ફૂટ્બોલ અને બાસ્કેટબોલ જેવી વિવિધા રમતોમાં શાલા અને આંતર કોલેજ સ્પર્ધાઓમાં ભાગ લઈ મનગમતી પ્રવૃતિઓ કરી જીવનમાં આનંદ લીધો હતો તાલીમી સ્નાતક થયા પછી  સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા,પાલનપુર મુકામે ૧૦ ઓકટોબર૧૯૯૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાઈ વ્યવસાયીક  જીવનની શરૂઆત કરી હતી. સરકારી માધ્યમિક શાળાકોલીવાડાતા.સાંતરપુરસરકારી ઉચ્ચત્તર માધ્યમિક કન્યા વિદ્યાલય,પાલનપુર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાલનપુર મુકામે અનુક્રમે મદદનિશ શિક્ષક અને મદદનીશ શિક્ષણ.નિરિક્ષક તરીકે  ફરજો બજાવેલ છે. સત્તર- અઢાર વર્ષની સરકારી નોકરી પછી  સને ૨૦૦૮થી પંચશીલ વિદ્યાલયડીસા ખાતે આચાર્ય તરીકે  અનુદાનિત માધ્યમિક શાળામાં જોડાઈ અને આજ દિન સુધી આચાર્યની જગ્યા પર કાર્યરત છું. મારા શિક્ષક તરીકેનાં કાર્યકાળમાં એથ્લેટીકસવોલીબોલકબડ્ડી જેવી સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાની અને યુનિવર્સિટી કક્ષાએ રેફરી તરીકે સેવાઓ આપેલ છે. રાષ્ટ્ર કક્ષાની ગ્રામીણ સ્પર્ધામાં હરીયાણા મુકામે ટીમ મેનેજર તરીકે ગુજરાતની ટીમ સાથે ગયેલ છે. તથા લખનૈ (યુ.પી) મુકામે રાષ્ટ્ર કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. તેમજ રાજય કક્ષાની ઘણી સ્પર્ધામાં વ્યવસ્થાપક તરીકે સેવાઓ શિક્ષક તરીકેના સમયમાં આપેલ છે.વિવિદ્ય રમતો રમવી અને વાંચન આ બે મારા જીવનમાં શોખ રહ્યા છે.

          જીવનમાં દરેક તબક્કે મને ખુબ સારા મિત્રો મળ્યા છે. જેનો મને ખુબ આનંદ છે. જીવનમાં યુવાની પછીના પ્રવર્તમાન સમયના પડાવમાં શરીરની ક્ષમતાઓમાં હવે થોડી ઉણપ નો અહેસાસ મને થઈ રહ્યો છે. જીવનના દરેક તબક્કામાં હું પરિવાર અને મિત્રો થકી સતત  નવું શિખતો રહ્યો છું. રમતોના નિયમોતથા કૌશલ્યો અધ્યન કરતાં કરતાં વહિવટી જગ્યાઓ પર કામ કરવાની તક મળતાં વહિવટી પુસ્તકો,ઠરાવો તથા પરિપત્રો નો અભ્યાસ કરવાની ટેવ પડી હતી. તે આજના સોસિયલ મિડિયાના યુગમાં ફેસબુકબ્લોગ, ટ્વીટર જેવા માધ્યમનો ઉપયોગ કરી તે શેર કરી મિત્રોના સંપર્કમાં હમેશાં હુ રહેલો છું. મારી વ્યવસાયીક જીવનની યાત્રામાં બહોળા મિત્રો મળ્યા હતા. અને તેમાંથી મોટા ભાગના મિત્રો વય નિવૃત થઈ ગયા છે. અને જીવનમાં નવા મિત્રો  મારી  વ્યવસાયીક કારકીર્દીના આ છેલ્લા તબક્કામાં મારા જીવન્માં પ્રવેશી રહ્યા છે. મારી ઘટતી શારીરિક અને માનસિક ક્ષમતા વચ્ચે તેમની સાથે મારા વિચારો અને અનુભવો શેર કરવા માટે એક વેબસાઈટ બનાવવાનો વિચાર આવેલ  હતો.વિચારને અમલમાં મુકવા  હુ આ બનાસ જ્યોત વેબ સાઈટ બનાવી નવા મિત્રો વચ્ચે રહેવાનો  એક પ્રયત્ન રૂપે પ્રયાસ કરી રહ્યો છું. હુ માનુ છું કે મારો આ પ્રયાસ મારા મિત્રો ને ઉપયોગી થશે અને તેઓને પસંદ પણ આવશે

આપનો સ્નેહી

નયનજી એ. પરમાર,ડીસા.

http://nayandeesa.com

શનિવાર, 22 ઑગસ્ટ, 2020

બનાસ જ્યોત વેબસાઈટ

દોસ્તો, પહેલી સપ્ટેમ્બર 2011 થી બનાસ જ્યોત બ્લૉગની શરૂઆત કરી હતી. ત્યારે આજના સમય જેટલો માહિતી નો વિસ્ફોટ ન હતો અને આજે વિષયોમાં જેટલી વિવિધતા છે. એટલી તે વખતે ન હતી. માટે અપલોડ થતી માહિતીના વર્ગીકરણની આવશકતા આજે જણાઈ છે એટલી તે વખતે ન હતી. . તેથી માહિતીનું વર્ગીકરણ કરી શકાય તે માટે એક વેબ સાઇટ શરૂ કારવાનો વિચાર ઉદભવ્યો અને અમલમાં મુકવા નજીકના વિકલ્પો પર વિચાર કરી શ્રી ગોપાલભાઈ જોષી બી.સી.એ. કોલેજા રસાણા તથા  શ્રી વાસુભાઇ સુથાર,ધાનેરા (9722443087 ) સાથે ચર્ચા કરી મારી જરૂરીયાત જણાવી ને કામ શરૂ કર્યું. સાઈડનું નામ બ્લોગનું જ રાખવાનું નકકી કરી ડોમીનની ખરીદી કરી શુભ શરૂઆત કરી. www.nayandeesa.com  જેવુ ટૂંકુ સર્ચ માટે નામ રાખ્યું છે. મિત્રો, આ સાઈટમાં  સરકારી અને બિન સરકારી કર્મચારીઓ, શિક્ષકો,કારકુન,આચાર્ય, શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક તથા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા પરિપત્રો,ઠરાવો, જાહેરનામા, વિવિધ પરીક્ષાઓની માહિતી મુકવાનું આયોજન કર્યું. પરિપત્રોના વર્ગીકરણમાં પગારના પરિપત્ર,ભરતીના પરિપત્રો,બઢતીના પરિપત્રો,નિમણુંકના પરિપત્રો,ઉ.પ.ધો. ના પરિપત્રો,પગાર પંચના ઠરાવો, ફિક્સ પગારના પરિપત્રો, કરાર આધારિત નોકરીના પરિપત્રો, પેન્શનના પરિપત્રો, પગાર ભથ્થાના પરિપત્રો, સીસીસી પરીક્ષાના પરિપત્રો, અનુદાન- ગ્રાન્ટ ના પરિપત્ર, બોર્ડના પરિપત્રો, વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના પરિપત્રો, ફી ના પરિપત્રો, શાળાને લાગતા પરિપત્રો નું વર્ગીકરણ કારવાનું વિચારેલ હતું. અને મારા જન્મદિવસ તા. ૨૦-૦૮-૨૦૨૦ થી વિધિવત શરૂઆત કરી હતી. અને વેબસાઈટ નો પ્રચાર પ્રસાર પણ સોસીયલ મીડિયા પર કરેલો અને સારો એવો એવો પ્રતિભાવ મળેલ હતો. બે દિવસમાં વેબસાઈટ   પર આઠ હજાર કરતાં વધુ  વખત લોકોએ મુલાકાત લીધી હતી જેનો મને હર્ષ છે.

                                     http://www.nayandeesa.com

બુધવાર, 19 ઑગસ્ટ, 2020

બોર્ડની પુરક પરીક્ષા

 પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી દેવામા આવ્યા છે.જે મુજબ 25મી ઓગસ્ટથી રાજ્યભરમાં પુરક પરીક્ષા લેવાશે.

કોરોનાને પગલે આ વર્ષે જુલાઈમાં પરીક્ષા લઈ શકાઈ નથી અને કેન્દ્ર સરકારે પણ 31 જુલાઈ સુધી સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો આદેશ કર્યો છે ત્યારે વિદ્યાર્થીઓ-વાલીઓ વધતા કોરોનાના કેસો વચ્ચે પુરક પરીક્ષા લેવાશે કે કેમ તેને લઈને મુંઝવણમાં હતા.દરમિયાન ગુજરાત બોર્ડ દ્વારા આજે પરીક્ષાની જાહેરાત કરી દેવાઈ છે. 

જે મુજબ 25મી ઓગસ્ટથી પરીક્ષાઓ લેવાશે. ધો.10 અને 12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીની અને 12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમા નાપાસ વિદ્યાર્થી પુરક પરીક્ષા લેવાશે.

ધો.12 સાયન્સની પરીક્ષઆ 25મીથી 27મી સુધી ચાલશે અને સવારે 10:30થી2 અને  બપોરે 3થી6:30 એમ બે સેશનમાં પરીક્ષા લેવાશે. સામાન્ય પ્રવાહની પરીક્ષા 23 મી ઓગસ્ટે રવિવારે એક જ દિવસે બપોરના સેશનમાં લેવાશે.

ધો.10ની પુરક પરીક્ષા 25મીથી ઓગસ્ટથી શરૂ થશે અને 28મી ઓગસ્ટ સુધી ચાલશે .જેમાં પણ સવારે 10:15થી 1:15 અને બપોરે 3થી6:15 સુધી એમ બે સેશનમાં પરીક્ષા લેવાશે.

કોરોનાને લીધે  દરેક કલાસમાં 30ને બદલે 20 જ વિદ્યાર્થીને બેસાડવામા આવશે અને તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવાશે.ગુજકેટમાં પણ આ રીતે પરીક્ષા લેવાશે. જો કે મહત્વનું છેકે કોરોનાને લીધે ગ્રામ્યના વિદ્યાર્થીઓને જિલ્લા કેન્દ્ર સુધી ન આવવુ પડે તે માટે દરેક તાલુકા કેન્દ્ર પર પરીક્ષાની માંગ હતી પરંતુ બોર્ડ દ્વારા જિલ્લા કેન્દ્રો પર જ પરીક્ષા લેવામા આવશે.

GSEB ની ચૂંટણીની માહિતી

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના સભ્યોની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. બોર્ડે મતદાર યાદી માટે ટેન્ડર બહાર પાડ્યું છે. જેને જોતા આ વખતે મતદાર યાદી ઓનલાઈન થવાની વાતો પર પૂર્ણવિરામ મૂકાયું છે. વર્તમાન બોર્ડના સભ્યોની મુદત ૨૨ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી હોઈ બોર્ડ દ્વારા મુદત પૂર્ણ થાય તે પહેલા નવા બોર્ડના સભ્યોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાન્યુઆરી સુધીમાં મતદાર યાદી તૈયાર કરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની મુદત જાન્યુઆરીમાં પૂર્ણ થતી હતી. પરંતુ બોર્ડ નિયત સમયમાં ચૂંટણી યોજી શકે તેમ ન હોવાથી બોર્ડના સભ્યોની મુદતમાં એક માસનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. તેથી બોર્ડના હાલના સભ્યોની મુદત હવે ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ પૂર્ણ થશે. બોર્ડના સભ્યોની મુદત પૂર્ણ થાય તે પહેલા ચૂંટણી યોજવી પડે તેમ હોવાથી બોર્ડ દ્વારા હવે ચૂંટણીને લગતી તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. 


બોર્ડ દ્વારા ચૂંટણી માટે જરૂરી મતદાર યાદી તૈયાર કરવા માટેનું ટેન્ડર બહાર પડાયું છે. આ ટેન્ડર ૧૧ ડિસેમ્બરના રોજ ખુલશે અને જે પાર્ટીને મળશે તેના દ્વારા મતદાર યાદી તૈયાર કરવામાં આવશે. જેમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાં શૈક્ષણિક, બિન શૈક્ષણિક, સંચાલક મંડળ વગેરે કેટેગરીની મતદાર યાદી અંદાજિત ૮૦ હજાર જેટલી તૈયાર કરવાની થાય છે. મતદાર યાદીમાં મતદારોના નામ તથા એડ્રેસની એન્ટ્રી કરી અને ફોટો સ્કેન કરી મતદાર યાદી તૈયાર કરવાની રહેશે. અગાઉ બોર્ડ દ્વારા ચૂંટણી માટેની મતદાર યાદી ઓનલાઈન મૂકવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. પરંતુ હવે ઓનલાઈન મતદાર યાદી પર પૂર્ણ વિરામ મૂકાયું હોય તેમ લાગી રહ્યું છે. 


બોર્ડ દ્વારા આ વખતે ઓનલાઈન મતદાર યાદીની જાહેરાત કરાઈ હતી, પરંતુ હવે ઓનલાઈન મતદાર યાદી જાહેર કરવામાં આવનાર ન હોવાથી સંચાલક મંડળ દ્વારા તેમના મતદારોને કાળજી પુર્વક ફોર્મ ભરવા માટે સુચના આપવામાં આવી છે. મતદાર યાદીમાં ગરબડના લીધે ઘણા સંવર્ગની ચૂંટણીમાં પરિણામ બદલાઈ જતાં હોવાથી ખાસ કાળજી રાખવા માટે જણાવાયું છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા પણ ચૂંટણીને લઈને પોતાની તૈયારીઓ આરંભી છે અને ૩૦ નવેમ્બરથી તેમના સંવર્ગની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી શરૂ કરાશે. 


બોર્ડના ચૂંટાયેલા સભ્યોનું સંખ્યાબળ ઘટાડવાની ચર્ચા

હાલમાં શિક્ષણ બોર્ડમાં ૨૬ બોર્ડના સભ્યો ચૂંટાઈને આવે છે. બોર્ડનું કુલ સભ્યોનું સંખ્યાબળ ૬૦નું છે, જેમાં ૨૬ ચૂંટાઈને આવે છે અને ૩૪ની નિમણૂક કરવામાં આવે છે. હવે જ્યારે ૨૬ સભ્યોની ચૂંટણી થવાની છે ત્યારે શિક્ષણ જગતમાં ચાલતી ચર્ચા મુજબ બોર્ડ દ્વારા ચૂંટાયેલા સભ્યોનું સંખ્યાબળ ઘટાડી સરકાર નિયુક્ત સભ્યોમાં તેને તબદીલ કરવાની હિલચાલ થઈ રહી છે. જેને જોતા બોર્ડ પર હાલમાં જ સરકારની પકડ છે તે વધુ મજબૂત બનશે. હાલમાં ચૂંટાયેલા સભ્યો પૈકી કેટલાક સભ્યો વિભાગ સામે પડતા હોઈ તેમને ડામી દેવા આ પગલું ભરવાની તૈયારી કરાઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જો, એમ થશે તો શિક્ષણ બોર્ડ પણ ‘વિભાગ’ના ઈશારા પર ચાલતું એકમ બની જશે. 


કયા 26 સભ્યોની ચૂંટણી થાય છે?

શિક્ષણ બોર્ડના કુલ ૬૦ સભ્યો પૈકી ૨૬ સભ્યોની નિમણૂક ચૂંટણીથી થાય છે. જેમાં માધ્યમિક શિક્ષકની ૬ બેઠક, માધ્યમિક આચાર્યની ૬ બેઠક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની ૩ બેઠક, કારકુનની ૨ બેઠક, વાલી મંડળની ૩ બેઠક, સંચાલક મંડળની ૪ બેઠક, સરકારી શિક્ષકની ૧ બેઠક અને બીએડ આચાર્યની ૧ બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે ધારાસભ્ય ૫, વર્ગ-૧ના અધિકારી ૧૬, સરકારના ૩ સભ્યો અને યુનિવર્સિટીના ૧૦ સભ્યો મળી કુલ ૩૪ સભ્યોની સીધી નિમણૂક થાય છે

બોર્ડની સામાન્ય ચૂંટણી

 


શિક્ષણ બોર્ડની ચૂંટણી માટેનું જાહેરનામું પાંચમી નવેમ્બરે બહાર પડાશે : જાન્યુઆરીમાં ચૂંટણી

- બોર્ડના 53 સભ્યોમાંથી વિવિધ કેટેગરીમાં ચૂંટાતા 25 સભ્યો માટેની ચૂંટણી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં યોજાશે


અમદાવાદ, તા. 19 ઓક્ટોબર, 2019, શનિવાર

ગુજરાત શિક્ષણ બોર્ડના કુલ સભ્યોમાંથી વિવિધ કેટેગરીમાં ચુંટાતા સભ્યોની દર ત્રણ વર્ષે ચૂંટણી થાય છે.જ્યારે બાકીના સભ્યો હોદ્દાની રૂએ અને સરકાર નોમીનેટેડ હોય છે.બોર્ડની દર ત્રણ વર્ષે ચૂંટણી થતી હોઈ આગામી જાન્યુઆરી 2020માં મુદ્દત પુરી થતા ચૂંટણી યોજાનાર છે.જે માટેનું જાહેરનામુ 5મી નવેમ્બરે જાહેર થશે.

ગુજરાત શિક્ષણ બોર્ડમા કુલ 53 જેટલા સભ્યો છે.જેમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરથી માંડી સ્કૂલ કમિશનર અને સરકારના અધિકારીઓ સહિત હેદ્દાની રૂએ કેટલાક સભ્યો છે.ઉપરાંત ધારાસભ્યો હોય છે તથા વિવિધ યુનિ.માંથી ૂચૂંટાઈને આવતા પ્રતિનિધિ સભ્યો હોય છે.જ્યારે અન્ય સભ્યો જુદી જુદી કેટેગરીમાં ચૂંટાય છે.

આગામી જાન્યુઆરીમાં યોજાનારી ચૂંટણીને લઈને આજે બોર્ડની અંતિમ સામાન્ય સભાની બેઠકમાં જાહેરાનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ નક્કી કરાઈ હતી.જે મુજબ 5ાંચમી નવેમ્બરે જાહેરનામુ  પ્રસિદ્ધ થશે.જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ચૂંટણી થશે.જેમાં કુલ 25 સભ્યોની ચૂંટણી થશે.જેમાં ઉ.મા.શાળાના શિક્ષકોની 3,ખાનગી મા.શાળાના વહિવટી કર્મચારીની 1,ઉ.મા.શાળાના વહિવટી કર્મચારીની 1,ઉ.મા.શાળા સંચાલકોની 4,મા અને.ઉ.મા.શાળાના શિક્ષકની 1,ખાનગીમા.ઉ.મા.શાળાના વાલી એસો.ની 3 તથા ઉત્તર બુનિયાદી શાળા સિવાયની સ્કૂલોના હેડમાસ્તરની પાંચ અને ઉત્તર બુનિયાદી શાળાના હેડમાસ્તરની કેટેગરીમાં 1 તથા ઉત્તર બુનિયાદી સિવાયની મા.શાળાના શિક્ષકોની 5 સહિતની 25 જેટલી બેઠકો જેમા ચૂંટણી થશે.

બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં મહત્વના ઘણા પ્રસ્તાવો નામંજૂર

અમદાવાદ,શનિવાર

ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી પહેલાની આજે અંતિમ સામાન્ય સભાની બેઠક મળી હતી.જેમા ગઈકાલની કારોબારી  બેઠકમાં મંજૂર થયેલા કેટલાક પ્રસ્તાવો મુકાયા હતા.પરંતુ ધો.10ના પરિણામ પદ્ધતિમાં ફેરફારથી માંડી અનેક મહત્વના પ્રસ્તાવો બોર્ડે નામંજૂર કર્યા હતા.જ્યારે કેટલાક પ્રસ્તાવ મંજૂર થયા હતા પરંતુ મોટા ભાગના પ્રસ્તાવ યોગ્ય ન હોવાથી સ્વીકારવામા આવ્યા ન હતા.જ્યારે શિક્ષકોને કરાતો ઉત્તર ચેકિંગનો દંડ ઓછો કરવાનો પ્રસ્તાવ મંજૂર કરાયો હતો.આ ઉપરાંત કેટલાક પ્રશ્નોને લઈને માત્ર ચર્ચા કરાઈ હતી પરંતુ ઠરાવ થયા ન હતા.બોર્ડની અંતિમ સામાન્ય સભા બેઠક હોવા છતાં જોઈએ તેટલી લાંબી ચાલી ન હતી.માત્ર એકથીદોઢ કલાકમાં બેઠક આટોપી લેવાઈ હતી.