પૃષ્ઠો

શનિવાર, 8 ડિસેમ્બર, 2012

સ્વાત્તંત્ર્ય દિન ઉજવણી

પ્રવૃત્તિઓ - સ્વાત્તંત્ર્ય દિન

ઉજવણી

૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ૨૦૧૨ ની ઉજવણી શાળામાં શાળા મંડળના પ્રમુખશ્રી શ્રી પી.એચ.ભાટીના �અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ શ્રાવણ માસના રમણીય વાતાવરણમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી વરદ્દ હસ્તે સવારે ૮.૩૦ કલાકે રાખવામાં આવ્યો હતો. ધ્વજવંદન કાર્યક્રમમાં શાળા પરીવાર ઉપરાંત નજીકમાં વ્યવસાય કરતા નગરજનો ઉપસ્થીત રહ્યા હતા.ધ્વજવંદન પછી શાળાના બાળકોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો આપી ઉપસ્થીત મહેમાનોના મન જીતી લીધા હતા અને પ્રમુખ સાહેબે સર્વ પરીવારને સ્વાતંત્ર્ય દિવસની શુભકામના આપી અને ભાવી નાગરીક તરીકેની ફરજોથી વિધાર્થી-વિધાર્થીનીઓને માહિતગાર કર્યા હતા

�ભારતના દરેક નાગરિકની ફરજ નીચે મુજબ રહેશે :

(ક) સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની;
(ખ) આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હ્રદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની;
(ગ) ભારતનાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની;
(ઘ) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રિય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની;
(ચ) ધાર્મિક, ભષાકીય, પ્રાદેશિક, અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતનાં તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વ્રુદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનીત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની;
(છ) આપણી સમંવિત સંસ્ક્રુતિના સમ્રુદ્ધ વારસાનું મુલ્ય સમજી તે જાળવી રાખવાની;
(જ) જંગલો, તળાવો, નદીઓ, અને વન્ય પશુપક્ષીઓ સહીત કુદરતી પર્યાવરણનુંજતન કરવાની અને તેની સુધારણા કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવોપ્રત્યે અનુકંપા રાખવાની;
(ઝ) વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની;
(ટ) જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની;
(ઠ) રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતતપ્રગતી કરતું રહે એ માટે, વૈયક્તિક અને સામુહિક પ્રવ્રુત્તિનાં તમામક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.




સ્થળ : ડીસા
તારીખ : 15/08/2012

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો